મહારાષ્ટ્રના પાલઘરમાં એક અનોખી ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રમાં પોલીસે એક 28 વર્ષીય યુવકની તેની પ્રેમિકાના હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. પ્રેમિકા અન્ય યુવક સાથે શરીર સુખ માણી રહી હતી ત્યારે લિવ ઈન પાર્ટનર આવી જતાં તેણે મગજનું સંતુલન ગુમાવીને પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી હતી.

ક્યાં બની હતી આ ઘટના

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, ઘટના રવિવારે રાતે પાલઘર જિલ્લાના નાલાસોપાર વિસ્તારમાં બની હતી. આરોપી અને યુવતી નાલાસોપારાના સાડી કમ્પાઉન્ડમાં એક ફ્લેટમાં સાથે રહેતા હતા. જોકે, આરોપીને તેની પ્રેમિકાને અન્ય યુવક સાથે પણ આડા સંબંધ હોવાની શંકા હતી. જેથી તેણે તેના પર વોચ રાખી હતી. પ્રેમિકા અન્ય યુવક સાથે શરીર સુખ માણી રહી હતી ત્યારે લિવ ઈન પાર્ટનર આવી ગયો હતો. જે બાદ તેણે કથિત રીતે ઘરમાં જ ફાંસી પર પ્રેમિકાને લટકાવી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

કેવી રીતે ઝડયાયો હત્યારો

વિવિધ ઈનપુટ્સના આધારે પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો હત અને વિવિધ કલમો અંતર્ગત ગુનો નોંધ્યો હતો.

સુરત શહેરના અઠવાલાયન્સ વિસ્તારમાં કોલેજિયન યુવતીએ પ્રેમી સામે જ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે યુવકને જેલ ભેગો કરી દીધો છે. પ્રેમી સાથે ફરવા ગયેલી યુવતીને પ્રેમીએ કારમાં શારીરિક સંબંધની માંગ કરી હતી. જોકે, યુવતીએ શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કરી દીધો હતો.

પ્રેમિકાએ શારીરિક સંબંધ માટે ઇનકાર કરી દેતા પ્રેમી ઉશ્કેરાઇ ગયો હતો. તેમજ સંબંધ બાંધવા માટે મનાઈ કરનાર પ્રેમિકાને પ્રેમીએ તમાચા મારી દીધા હતા. નોંધનીય છે કે, યુવતીને તેની જ કોલેજના સિનિયર વિદ્યાર્થી સાથે પ્રેમ સંબંધ હતા. યુવતી પ્રેમી સાથે કારમાં ફરવા નીકળી હતી. પ્રેમીએ અઠવાલાઇન્સ વિસ્તારમાં કારની અંદર જ સંબંધ બનાવવાની માંગ કરી હતી. યુવતીએ સેક્સનો ઇનકાર કરતા પ્રેમીએ તમાચા માર્યા હતા.

આખરે મામલો ઉમરા પોલીસમાં પહોંચ્યો હતો. ઉમરા પોલીસે પ્રેમીની અટકાયત કરી કાર્યવાહી આરંભી છે. યુવકની રવિવારે મોડીરાતે ધરપકડ કરી હતી. પોલીસે વધુમાં જણાવ્યું કે, યુવક કોલેજમાં અભ્યાસ કરતો હતો અને હાલમાં તે માર્કેટમાં નોકરી કરે છે. તેના પિતા પર્વતપાટિયામાં કરિયાણાની દુકાન ચલાવે છે.

પોલીસે જણાવ્યું હતું કે, યુવકે પહેલી સપ્ટેમ્બરે 18 વર્ષની કોલેજીયન યુવતીને અઠવાલાઇન્સ પાસેથી કારમાં બેસાડી હતી. આ પછી તેની સાથે શારીરીક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. યુવતીએ ના પાડતા યુવકે તેને તમાચો મારી દીધો હતો. જેને લઈ યુવતીએ માતા સાથે આવી ઉમરા પોલીસમાં ફરિયાદ આપી હતી.