સૌ કોઇ ઇચ્છે છે કે તેની સવાર સારી નહી શ્રેષ્ઠ થાય અને આખો દિવસ સારો રહે પરંતુ દરરોજ એવું થાય તે શક્ય છે? જીહાં, તે શક્ય છે, સવારના પહોરમાં ઉઠીને તરત જ જો તમે આ મંત્રનો જાપ કરશો તો તમારો આખો દિવસ સારો રહેશે.

દિવાળીનો સંકલ્પ

ગુજરાતીઓનું નવું વર્ષ દિવાળીના બીજા દિવસે જ હોય છે અને ત્યારે લોકો અલગ અલગ પ્રકારના સંકલ્પ લેતા હોય છે. ચા નહી પીવી કે રોજ જીમ જવું કે ખોટુ નહી બોલવું વગેરે વગેરે પરંતુ કોઇ એવો પ્રણ લે છે કે મારી દરરોજની સવાર સારી થાય? ન લીધો હોય તો પણ ચિંતા ન કરશો આ મંત્રના જાપથી તમારી સવાર સારી જ થશે.

ક્યો છે મંત્ર ?

કરાગ્રે વસતે લક્ષ્મી: કરમધ્યે સરસ્વતી,
કરમૂલે તું ગોવિંદ: પ્રભાતે કર દર્શનમ્.

નાનપણથી આ મંત્રને આપણે સાંભળતા આવ્યા છીએ પરંતુ તેનો અર્થ તમને ખબર છે ખરા? સૂતા પહેલા અને સવારે ઉઠીને આ મંત્રનો જાપ કરવાથી તમારો આખો દિવસ સારો જશે અને જીવનમાં સકારાત્મકતા આવશે.

શું છે અર્થ?

એટલે હાથના અગ્રભાગમાં લક્ષ્મીનો નિવાસ છે હાથના મધ્યમાં સરસ્વતી રહે છે અને હાથના મૂળભાગમાં ભગવાન નારાયણ ગોવિંદ રહે છે. આથે સવારે “કર” હાથ ના દર્શન કરવા જોઈએ.

વેદોમાં પણ ઉલ્લેખ

આ શ્લોક વિશે વેદોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે આપણા જમણા હાથમાં મહેનત અને ડાબામાં સફળતા રહેલી હોય છે. સતત નીતિથી કામ કરતા રહેવાથી જીવનમાં સફળતા સામે ચાલીને આવે છે. પૈસા કમાવવા માટે મહેનત ખુબ જરૂરી છે. હંમેશા સારી નીતિ રાખીને જે વ્યક્તિ ચાલે છે તેને ક્યારેય કોઇ તકલીફ નડતી નથી.

થઇ જશો અમીર

રોજ સવારે ઉઠીને તરત જ હથેળીના દર્શન કરવા જોઇએ, આપણી હથેળીમાં રહેલા ભગવાનના દર્શન કરીને દિવસની શરૂઆત કરવાથી દિવસ સારો જાય છે અને ભગવાન પ્રસન્ન થઇને તમારા પર પૈસાનો વરસાદ કરી દે છે. રોજ 3 વાર આ મંત્રનો જાપ કરવાથી કરોડપતિ થતા કોઇ નહી રોકી શકે.