હાલમાં દિવાળીના દિવસો ચાલી રહ્યા છે, અને ઘણા એવા ગરીબ લોકો છે જેમને દિવાળી કરવા માટે તેમની પાસે પૈસા નથી હોતા. થોડા મહિનાઓ પહેલા સૌરાષ્ટ્રના લોકો માટે ખજુરભાઈ ગુજરાતના સોનુ સુદ બનીને આવ્યા હતા. લોકોને ઘણી બધી મદદ કરી હતી અને આજે પણ તેઓ લોકોને મદદ કરી રહ્યા છે. ખજુરભાઈએ હાલમાં કેદારનાથ દર્શને ઘણા લોકોને લઈને યાત્રા કરાવવા માટે ગયા છે.

તેઓએ ત્યાં પહેલા ગંગામાં નાહ્યાં અને પછી ત્યાં સાધુ સંતો, ગરીબ લોકો અને ભૂખ્યાઓને ભોજન કરાવ્યું હતું. પછી તેઓ ત્યાંથી કેદારનાથી પણ ગયા હતા અને દર્શન પણ કર્યા હતા. ખજુરભાઈએ હાલમાં જ દિવાળીની પહેલા પહેલા એક એવા જ વ્યક્તિની મદદ કરી હતી અને તે મદદ જોઈને તે ગરીબ વ્યક્તિ ખજુરભાઈને ગાલે લગાવીને ભાવુક થઇ ગયો હતો.

આ યાત્રા દરમિયાન સાયકલ ઓટોમાં બેસીને ખજુરભાઈ ત્રણ કિલોમીટર સુધી એક ગરીબની સાયકલમાં બેસીને ગયા અને પહેલા ખાલી મસ્તી મસ્તીમાં ખજુરભાઈએ તે વ્યક્તિને એવું પૂછ્યું કે કેટલા રૂપિયા થયા તો વ્યક્તિએ કહ્યું એક વ્યક્તિના ૨૫ રૂપિયા બે લોકોના પચાસ રૂપિયા તો ખજુરભાઈએ તે પૈસા ઓછા લેવા કહ્યું અને પેલા વ્યક્તિએ પણ એવું જ કહ્યું કે ચાલીસ આપજો.

એ વખતે ખજુરભાઈએ બે પાંચસો પાંચસોની નોટો આ સાયકલ વારા વ્યક્તિને આપી તો તે વ્યક્તિ ખજુરભાઈને ભેટી ગયો અને ભાવુક થઇ ગયો હતો. ખજુરભાઈને આમ એ વ્યક્તિના મોઢા પર ખુશી લાવીને જાતે જ ઘણી મોટી ખુશીનો અનુભવ કર્યો હતો અને આ વ્યક્તિની એક મદદ પણ થઇ ગઈ હતી.